કાકરી ચાળો

Stone_skimming_-Patagonia-9Mar2010

હતુ સ્થિત પ્રજ્ઞ આ સરોવર મન નુ,

શાંત, સરળ, શુસુપ્ત ને શરમાળ…

કેમ કર્યો તમે કાકરી ચાળો?

ગુથાયો ફરી એ વેદનાઓનો માળો…!!

 

થયા વલયો શાંત મન માં,

જાગી ઉર્મિઓ સુશ્ત તન માં,

ફરીથી થયા એ જખ્મો તાજા,

કલ્પનાની આ દુનિયા ને હુ જ રાજા …!!

 

હતી એ અનુભુતી દિવ્ય ને દેવલ,

મળ્યુતુ જેમ બુદ્ધ ને જ્ઞાન કેવલ…

ભલે કર્યો તમે કાકરી ચાળો,

ગુંથાયો ફરી સંવેદનાઓ નો માળો…!!

 

 

સંબંધો ની વાવ

rani-ki-vav-92

હતા કેવા પ્રગાઢ સંબંધ!!

જાણે મીઠી સરવાણીની વાવ !

ઉર્મિઓની ભરતી ઓટ મા,

ડગતી સંબંધો ની નાવ..!!

 

પ્રેમ રુપિ વાવ બોલતી,

તુ મુજ સમીપે આવ,

ને હુ બિચારી મન મા મુંજાવ,

તારામા સાચે ડુબી જાવ?

 

દીમાગ જીત્યુ ને દિલ હાર્યુ,

લાખ પ્ર્યત્ને મે ના વાર્યુ,

ભીના ડુસકે દિલ ને ઠાર્યુ,

કરિશ હવે હુ મારુ જ ધાર્યુ..!!

 

બાંધ પછેડી ઉપર ચડતી,

ઠેકવા મોહ-પાશ ની વાવ,

હળવે હળવે મક્કમ પગલે,

ઉપર ચઢતી જાવ.. !!

 

અડધે માર્ગે કાકરો ખર્યો,

પત્થર જાણે વાવ ને વર્યો,

સગપણ હતુ કે સમર્પણ નર્યુ?

એક પગલુ મારુ પાછુ ફર્યુ.. !!

 

રહી બસ હવે એકજ જંખના,

એકજ અરજ ને એકજ ખેવના,

આવ સમીપે! અંતરમન મા,

પારીજાત પ્રેમની મહેકે જીવન મા..!!